જામનગર શહેરના નવાગામ ઘેડમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ રૂા.14400 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગરના નવાગામ ઘેડમાં માડમ ફળીમાં રામાપીરના મંદિરની બાજુમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન મનિષ સુરેશ મકવાણા, તેજસીંગ કુવરસીંગ રાજબાર, વિશાલ કાજી રાઠોડ, હરીશ દેવશી પાડાવદરા, વિજય કીશોર વાઘેલા, નાગજી જેસંગ પરમાર નામના છ શખ્સોને રૂા.14400 ની રોકડ તથા ગંજીપના વડે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.