કાલાવડ ગામમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતો શખ્સ બહારથી માણસો બોલાવી જૂગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન છ શખ્સોને રૂા.1,29,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, કાલાવડ ગામમાં કૈલાશનગરમાં રહેતો મનોજ ઉર્ફે લાલો ભટ્ટ નામનો શખ્સ તેના ઘરે બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની પો.કો. સંજય બાલીયા અને નવલ આસાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.એસ. પટેલ, હેકો વનરાજ ઝાપડીયા, પો.કો. સંજય બાલીયા, નવલ આસાની, હરદીપપરી ગોસાઈ, મયુરસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સંચાલક મનોજ ઉર્ફે લાલો ત્ર્યમ્બકરામ ભટ્ટ, પરેશ રમેશભાઈ ચમકીયા, ધીરજ કિશન રાઠોડ, પંકજ બચુ ચુડાસમા, ગૌતમ કાનજી સાગઠીયા, દુદા કુંભા સોંદરવા નામના છ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.28,370 ની રોકડ રકમ, રૂા.26000 ની કિંમતના છ નંગ મોબાઇલ, રૂા.75000 ની કિંમતના ત્રણ બાઈક મળી કુલ રૂા.1,29,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.