દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે કાકરીયા વાડી વિસ્તારમાં જુગાર રમાતો હોવાની માહિતી હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ ગોજીયા તથા મિલનભાઈ કંડોરીયાને મળતા આ સ્થળે જુગાર દરોડો પાડી એક મંદિરની પાછળ બાવળની જાળીમાં બેસી અને બેટરીવાળા લેમ્પના અજવાળે મોડીરાત્રિના સમયે ગંજીપાના વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા વિમલભાઈ મથુરાદાસ સામાણી, રમેશ વાલાભાઈ મકવાણા, રમેશ નથુભાઈ કાપડી, હમીર સામતભાઈ ચાવડા, અને ખીમા નારણભાઈ ચાવડા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 21,750 રોકડા તેમજ રૂ. 12,500 ની કિંમતના ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 34,740 નો મુદ્દામાલ કરજે કરી, આ તમામ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, કે.એમ. જાડેજા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.