જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10160 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના હર્ષદમીલની ચાલી પાસેથી પોલીસે રેઈડ દરમિયાન ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.1800 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મુખ્ય ઢાળિયા પાસે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન સંદીપ રુખડ સવાસડિયા, વિના ચકુ સવાસડિયા, નારણ વેલજી મકવાણા, અજય નારણ મકવાણા, કાનજી બાબુ મકવાણા, સુનિલ કિશોર રોરિયા સહિતના છ શખ્સોને રૂા.10160 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાંથી ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન હારુન મુસા ખફી, હનિફ ઈસાક ખફી, મહેબુબ હાજી પીંજારા, અસગર કાસમ ખીરા નામના ચાર શખ્સોને રૂા.1,800 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.