જામનગર શહેર નજીક ખીજડિયા બાયપાસ રોડ પર બે સ્થળોએ તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેર નજીક ખીજડિયા બાયપાસ રોડ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જમન ઘેલા હિંગળા, જખરા નથુ પરમાર, રાજેન્દ્રસિંહ શીવુભા જાડેજા નામના ત્રણ શખ્સોને રૂા.1350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પંચ એ ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા દરોડામાં મયુરસિંહ પ્રવિણસિંહ ચુડાસમા, સહદેવસિંહ જુવાનસિંહ જાડેજા, ઘેલા સંગ્રામ ચાવડીયા નામના ત્રણ શખ્સોને પંચ એ પોલીસે રૂા.1020 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.