જામનગર શહેરના કૌશલનગર ત્રણ માળિયા બિલ્ડિંગમાં તીનપતિનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.12,600ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં રતનબાઈની મસ્જિદ પાસે કાટછાપનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરની મહારાજા સોસાયટીમાંથી જૂગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં કૌશલનગર ત્રણ માળિયા બિલ્ડિંગમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન જીતેન્દ્ર મુળજી લાખાણી, રણજીતસિંહ જશુભા જેઠવા, લવેશ કાંતિલાલ વ્યાસ, રાજેશ કાંતિલાલ ચરાડવા, અશ્ર્વિન રતીલાલ ખેતાણી સહિતના છ શખ્સોને રૂા.12600ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના રતનબાઇની મસ્જિ પાસે જાહેરમાં રૂપિયાના સીક્કા ઉછાળી કાટછાપનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન દેવા રાણા મહિડા અને તોહિત હુશેન કમોરા નામના બે શખ્સોને રૂા.2252 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના મહારાજા સોસાયટીમાં નેશનલ સાઈકલ સ્ટોરવાળી શેરીમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન જાવીદ કાસમ સમા, રહીમ અબાસ રૂમી અને બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા.2400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


