Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવ્યાજે પૈસા લઇ પરત ન કરનારને છ માસની સજા તથા 80 હજાર...

વ્યાજે પૈસા લઇ પરત ન કરનારને છ માસની સજા તથા 80 હજાર રૂપિયા દંડ

- Advertisement -

જામનગરના એકસ આર્મીમેન નેકુલ દેશળભાઈ લાંબા જામનગર ખાતે અભિષેક ફાયનાન્સના નામે નાણા ધીરધાર કરવાનું લાયસન્સ ધરાવતા હોય, તેમના પાસેથી જામનગર વસવાટ કરતા અને એમઈએસમાં નોકરી કરતા રાજેશ લખમણભાઈ ખારેચાએ 18 ટકાના વ્યાજે રૂા.70000 ની લોન લીધી હતી અને આ લોનની પરત ચૂકવણી માટે આરોપી રાજેશભાઈ ખારેચાએ રૂા.80000 વ્યાજ સહિતનો પોતાનો ખાતાનો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાનો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદી નેકુલ દેશળ લાંબાએ પોતાના ખાતામાં મુદ્ત તારીખે જમા કરાવતા ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા ફરિયાદી એ વકીલ મારફત આરોપીને લીગલ નોટિસ પાઠવેલ તે લીગલ નોટિસ આરોપીને મળી ગયેલ હોવા છતાં ફરિયાદીને કોઇ રકમ ચૂકવેલ નહીં અને નોટિસનો કોઇ જવાબ આપેલ નહીં. જેથી ફરિયાદીએ અદાલતમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ દાખલ કરી હતી. તમામ હકીકતો ધ્યાને લઇ અને ફરિયાદી તરફે કેસ સાબિત માની અને આરોપી રાજેશ લખમણભાઈ ખારેચાને છ માસની સજા અને રૂા.80000 ફરિયાદીને ચૂકવી આપવાનો દંડ ફરમાવેલ છે, અને જો આરોપી આ રકમ ચૂકવવામાં કસૂર કરે તો એક માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ મુછડિયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular