Monday, December 30, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત છ ખેલંદા ઝબ્બે

જામનગરમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત છ ખેલંદા ઝબ્બે

ગોકુલનગરમાંથી પોલીસે રૂા.17630 નો મુદ્દામાલ કબ્જે કર્યો : યોગેશ્ર્વરનગરમાંથી પાંચ મહિલા સહિત છ શખ્સ ઝબ્બે : વુલનમીલ ફાટક પાસેથી તીનપતિ રમતા ત્રણ શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર રામનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત છ શખ્સોને પોલીસે રૂા.17,630 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના યોગેશ્ર્વરનગરમાંથી જાહેરમાં જૂગાર રમતા પાંચ મહિલા સહિત છ શખ્સોને સિટી એ ડીવીઝને રૂા.12,840 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના આંબેડકરબ્રીજ નીચે વુલનમીલ ફાટક પાસેથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.10020 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર રામનગર શેરી નં.8 માં રહેતાં માલદે આલા ચાવડા નામનો શખ્સ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. હોમદેવસિંહ જાડેજા, હર્ષદ પરમારને મળેલી બાતમીના આધારે સિટી સી ડીવીઝનના પીઆઇ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી. બી. બરસબીયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાાન માલદે આલા ચાવડા, રામ પોલા વશરા અને ચાર મહિલા સહિત છ શખ્સોને રૂા.17630 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગરના યોગેશ્ર્વરનગર શેરી નં.4 માં માહી ડેરી પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સિટી એ ડીવીઝનના પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નકુલ પરશોતમ રાઠોડ અને પાંચ મહિલા સહિત છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા રૂા.12,840 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના આંબેડકરબ્રીજ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની હેકો ખીમશીભાઈ ડાંગર, પો.કો. વનરાજ ખવડને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી તથા ટીમે રેઈડ દરમિયાન રમેશ કેશુ રાઠોડ, ધાના ઉર્ફે ભૂપત રામશી, મધુ રામા સાગઠીયા સહિતના ત્રણ શખ્સોને રૂા.10020 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular