Monday, January 12, 2026
Homeવિડિઓસીક્કા નગરપાલિકાની ઘોર બેદરકારી, ફાઇલો તળાવ પાસે જોવા મળી - VIDEO

સીક્કા નગરપાલિકાની ઘોર બેદરકારી, ફાઇલો તળાવ પાસે જોવા મળી – VIDEO

સીક્કા નગરપાલિકાની ઓરીજનલ કાગળોની ફાઈલો સીક્કા નગરપાલિકા સામે આવેલ તળાવ પાસે વેર વિખેર થયેલી જોવા મળતા ખડભડાટ મચ્યો છે. સીક્કા નગરપાલિકાની આ બેદરકારી ચર્ચાનો મુદ્દો બની છે.

- Advertisement -

આ અંગેની મળતી માહિતી અનુસાર, સીક્કા નગરપાલિકાની સામે આવેલ તળાવની પાળ પાસે સીક્કા નગરપાલિકાના ઓરીજનલ કાગળોની ફાઇલો વેરવિખેર થયેલી જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતા સીક્કાના સામાજિક કાર્યકર અને પત્રકાર સલીમ મુલ્લા ઘટનાસ્થળે પહોંચી જઇ અન્ય સામાજિક કાર્યકર પ્રદિપસિંહ જાડેજાનો સંકલ્પ કર્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ સીક્કા નગરપાલિકા એન્જીનિયર, ચીફ ઓફિસર એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તમામ કાગળો તેમને સુપ્રત કરવામાં આવ્યા હતાં. કોઇ વ્યક્તિ દ્વારા તમામ કાગળો જાણી જોઇને અથવા કોઇ કૌભાંડ છૂપાવવા કાવતરુ રચી ફેકાયા હોવાનું લોકમુખે ચર્ચા ઉઠી છે. આ અંગે આગામી દિવસોમાં ખુલાસો થયા બાદ સાચી માહિતી સામે આવી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular