Wednesday, January 8, 2025
Homeરાજ્યસિકકા પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન

સિકકા પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન

- Advertisement -

સિકકા પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે ફરજ બજાવનાર શિક્ષક દિપ્તીબેન દીપેશભાઈ નથવાણી શિક્ષણ જગત ક્ષેત્રની અનેરી સિદ્ધિઓ બદલ 15 ઓગસ્ટના શાળાના આચાર્ય દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

જામનગર તાલુકાની કલસ્ટરની ક્ધયા વિદ્યાલય સિકકા પ્રાથમિક શાળામાં સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે ફરજ બજાવનાર શિક્ષક દિપ્તીબેન દીપેશભાઈ નથવાણીએ સતત પાંચ વર્ષની તેમને નિષ્ઠા પૂર્વકની મહેનતના પરિણામ સ્વરૂપ ચાલુ વર્ષે તેમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ચાલુ વર્ષે તેમણે ઇનોવેશન ફેર મા જામનગર જિલ્લામાં પ્રથમ નંબરે વિજેતા થઈ અને રાજ્યકક્ષા એ જામનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે શાળા તેમજ સમગ્ર જામનગર જિલ્લા માટે ગૌરવની બાબત છે ઉપરાંત ચાલુ વર્ષે સરકારના પ્રથમ વખતના શૈક્ષણિક રમકડા મેળામાં પણ ભાગ લઇ અને જામનગર જિલ્લામાં પ્રથમ નંબરે વિજેતા થઈ રાજ્ય કક્ષાએ જામનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ચાલુ વર્ષે તેમણે સી.આર.સી ના ઉત્તમ શિક્ષક તરીકેનું બિરુદ સ્વરૂપ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનો પુરસ્કાર પ્રાપ્તથયો હતો. પોતે શિક્ષણના જીવ હોવાથી સામાજિક વિજ્ઞાનના શિક્ષક હોવા છતાં પણ ગણિત વિજ્ઞાન પ્રદશનમા દર વર્ષે ભાગ લઈને તાલુકા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરી શાળાનું નામ ઉચ્ચ શિખર સુધી પહોંચાડેલ છે તેઓ અનેક ક્ષેત્રોમાં કાર્યો કરે છે ઇકો ક્લબ ડેવલોપમેન્ટ હોય સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તથા એલ પી સી જેવી દીકરીઓના વિકાસને કામગીરી હોય તે તમામ માં તેઓ જીવ રેડીને કાર્ય કરતા રહ્યા છે તેમને યુ ટ્યુબ ચેનલ પણ કાર્યરત છે જેમાં શિક્ષણની અનેક પ્રવૃત્તિઓ લોકો સુધી પહોંચાડી શિક્ષણ આપે છે ઉપરોક્ત તેમની પ્રતિભાના સન્માન અર્થે શાળાના આચાર્ય રોહિત હરિયાણી દ્વારા તેમણે 15 ઓગસ્ટના તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય, તમામ સ્ટાફ, સી.આર.સી, બી.આર.સી તમામે તેમના આ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular