Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsરશિયા-યુક્રેન યુદ્વના પરિણામે ફંડોની સતત વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં 768 પોઈન્ટનો નોંધપાત્ર...

રશિયા-યુક્રેન યુદ્વના પરિણામે ફંડોની સતત વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં 768 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૩.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૧૦૨.૬૮ સામે ૫૪૬૫૩.૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૮૮૭.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૨૫.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૮.૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૩૩૩.૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૦૫.૬૦ સામે ૧૬૩૦૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૧૫૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૭.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૯.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૨૬૬.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગના શરૂઆતી સત્રમાં નોંધપાત્ર કડાકા સાથે થઈ હતી. યુરોપ અને યુક્રેનના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરીને રશિયાએ કબ્જે કરતા હવે સમગ્ર યુક્રેનમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. રશિયા – યુક્રેન યુદ્વના પરિણામે વિશ્વભરમાં ફુગાવો – મોંઘવારી અસાધારણ  વધવા લાગી ક્રુડ ઓઈલના ભાવોમાં તેજી સાથે એલ્યુમીનિયમ સહિતની વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલના વધતાં જતાં ભાવોએ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોના કોસ્ટિંગમાં જંગી વધારો થવાના અને ઘણી કંપનીઓના પ્રોજેક્ટોમાં વિલંબ સાથે અટકી જવાના એંધાણ અને લોનોની ચૂકવણીમાં અનેક લોકો ડિફોલ્ટ થવાના ભય વચ્ચે ઘણા દેશો મહા આર્થિક સંકટમાં ફસાઈ જવાના ભયે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં અફડાતફડીના અંતે ધોવાણ વધતું જોવાયું હતું.

- Advertisement -

રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલામાં યુરોપમાં સૌથી મોટા પરમાણુ વીજ મથક ઉપર રશિયાએ રોકેટ હુમલો કરતાં યુધ્ધ વધુ વકરે એવા ડર થી એશિયા અને ભારતીય શેરબજાર પર ગંભીર અસર થઈ હતી. આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની એકધારી પીછેહઠ થતા ભારે ઘટાડો નોંધાયો હતો. ક્રૂડના ભાવ વધતા ભારત અને અન્ય આયાત ઉપર નિર્ભર દેશોમાં મોંઘવારીનો ખતરો ઉભો થયો છે. ભારતમાં તા.૨ ડિસેમ્બર પછી, વિધાનસભાની ચૂંણીઓના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. આ ત્રણ મહિનામાં ક્રૂડના ભાવ ૪૭% વધી ગયા છે. એટલે સ્થાનિક બજારમાં તોતિંગ ભાવ વધારો આવી શકે તેવા અહેવાલે વેચવાલીના દબાણે ભારતીય શેરબજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અફડાતફડીના અંતે શેરોમાં ધોવાણ વધતું જોવાયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, મેટલ, સીડીજીએસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૬ અને વધનારની સંખ્યા ૧૨૨૮ રહી હતી, ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાના કપરાકાળના ત્રીજા તબક્કામાંથી હજી બહાર આવી જ રહી હતી ત્યાં હવે રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા વૈશ્વિક બજારમાં અજંપાની સ્થિતિ છે. ભારતીય શેરબજાર ભારે અંદાજીત ૧૨%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ક્રૂડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોંઘવારીની ચિંતા સામે ઝઝૂમી રહેલ ગ્લોબલ ઈકોનોમીને હવે ઝડપથી વ્યાજદરમાં વધારો થવાની ચિંતા સતાવી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત બાદ એફપીઆઈસ ઊભરતી બજારોની ઈક્વિટીઝમાંથી પોતાના રોકાણ પાછી ખેંચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. એફપીઆઇની સતત વેચવાલીને જોતાં, એવું દેખાય છે કે, એફપીઆઇ ભવિષ્યના સંભવિત ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને રણનીતિ અપનાવી રહ્યા છે.

રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલી ચરમસીમાએ પહોંચ્યા સાથે બોન્ડ – શેરબજારની સાથે ક્રૂડ અને સોના – ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. બ્રેન્ટ ક્રૂડમાં ૯ વર્ષ બાદ ૧૧૫ ડોલરનું લેવલ ફરી જોવા મળ્યું છે. સામે પક્ષે સેફ હેવન ગણાતા સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર અને એલપીજીના એલપીજી દરમાં માસિક ફેરફાર અટકાવી દેવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવે કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવતમાં તીવ્ર વધારો કર્યો છે, તે થી આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે ચૂંટણીઓ પૂરી થયા બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થાય તેવી શક્યતાએ મોંઘવારીમાં વધારોની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે.

તા.૦૭.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૪.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૨૬૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૩૦૩ પોઈન્ટ થી ૧૬૩૭૩ પોઈન્ટ ૧૬૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૪.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૪૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૫૦૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૨૭૨ પોઈન્ટ થી ૩૪૦૦૪ પોઈન્ટ, ૩૩૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૬૧૮ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૫ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૩૭ થી રૂ.૧૬૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૧૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૦૨ ) :- રૂ.૮૮૦ નો પ્રથમ તેમજ રૂ.૮૬૮ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૧૯ થી રૂ.૯૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અદાણી પોર્ટ ( ૭૦૦ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૭ થી રૂ.૭૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૬૩૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૬ થી રૂ.૬૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૭૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૦ થી રૂ.૧૬૮૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૫૪ ) :- રૂ.૧૪૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૮૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૩૬૬ ) :- ફાઈનાન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એસબીઆઈ લાઈફ ( ૧૦૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૩૩ ) :- રૂ.૭૫૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular