રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૩.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪.૩૩૩.૮૧ સામે ૫૩૧૭૨.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૩૬૭.૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૬.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૯૧.૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૮૪૨.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૫૮.૯૫ સામે ૧૫૯૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૧૧.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૬.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૫.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૮૯૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વની કટોકટી વકરતાં અને રશિયાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હવાઈ હુમલો કરતાં વિશ્વની ચિંતા વધતાં અને બીજી તરફ અમેરિકાની રશિયાને શરતી પ્રતિબંધો ઉઠાવી લેવાની ઓફર વચ્ચે યુદ્વ વધુ આક્રમક બનવાના જોખમે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સપ્તાહના આરંભમાં જ અંદાજીત ૧૫૦૦ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો નોંધાતા બ્લેક મન્ડે જેવો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વભરમાં વધી રહેલા ફુગાવા – મોંઘવારીના આંકને લઈ દરેક દેશો ચિંતિત હોવાથી અને ક્રુડ ઓઈલમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયા છતાં ક્રુડના ભડકે બળતાં ભાવ અને માથે ઉત્તર પ્રદેશ સહિતના રાજયોની ચૂંટણીઓને લઈ સરકાર માટે મોંઘવારીને અંકુશમાં લેવાનું અનિવાર્ય બની ગયું હોઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ધિરાણ નીતિ સમીક્ષાના નિર્ણયમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાના અહેવાલોએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૨૦ ડોલર નજીક પહોંચી જવા, એલ્યુમીનિયમ, ઝિંક સહિતના ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવોમાં રેકોર્ડ તેજી, સ્ટીલના ભાવોમાં તીવ્ર વધી જવા, કોલસાના ભાવમાં તેજી સાથે ખાદ્ય ચીજોનો ફુગાવો -મોંઘવારી વધવા લાગતાં સ્ટીલના ભાવમાં જંગી વધારા અને હવે ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ટૂંકાગાળામાં જ વધારો કરવો ઓઈલ માર્કેટીંગ કંપનીઓ માટે અનિવાર્ય હોવાનો અહેવાલ વચ્ચે આજે ફંડોએ શેરોમાં સાર્વત્રિક કડાકો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૮૪ અને વધનારની સંખ્યા ૭૮૩ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક બજાર ઉપર હવે રશિયા અને યુક્રેનની અસર સ્પષ્ટ થઈ રહી છે. રશિયા ઉપર લાદેલા પ્રતિબંધ અને વિવિધ કોમોડિટીના પુરવઠો અટકી પડશે એવી ચિંતા હવે વિશ્વને થઈ રહી છે. આ સ્થિતિમાં આજે ક્રૂડ ઓઇલ તેની ઇતિહાસની સૌથી ઊંચી સપાટી તરફ સરકી રહ્યું છે. રશિયા ક્રુડ ઓઈલનું સૌથી મોટું નિકાસકાર છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે રશિયન સરકાર તેનું ઉત્પાદન વૈશ્વિક બજારમાં વેંચી શકે નહી તે પ્રકારે અમેરિકા, જાપાન અને યુરોપીયન યુનિયન પ્રતિબંધ લાદશે. આ સમાચારના કારણે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૩૯ ડોલરની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. ભારત તેની કુલ જરૂરીયાતના ૮૦% ક્રુડની આયાત કરે છે તેથી ક્રુડ ઓઈલના ભાવ વધે તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડવાની છે. વૈશ્વિક બજારમાં ભાવ વધે તો ભારતની આયાતનો ખર્ચ વધશે.
ક્રુડ ઓઈલનું રીફાઈનીંગ કરી તેમાંથી પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, કેરોસીન, પેટકોક અને લગભગ અન્ય હજારો પેટ્રોકેમીકલ્સ તેમાંથી બને છે. પેટ્રોલ અને ડિઝલ સૌથી વધુ વપરાતા ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ છે અને તેનો બોજ સૌથી મોટો પડે છે. ક્રુડ ઓઈલના ભાવ સરેરાશ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ રહે, ભારત સરકાર તેની એક્સાઈઝ ડ્યુટીની આવક જતી કરી પેટ્રોલ અને ડિઝલ ઉપરની ડ્યુટી વધુ રૂ.૧૦ પ્રતિ લીટર ઘટાડે તો પણ ભારતીય ઉપર ઊંચા ભાવનો બોજ આવી પાડવાનો છે. આ બોજ લગભગ રૂ.૧.૭૦ લાખ કરોડ થશે એટલે કે ૨૨ અબજ ડોલર જેટલો હશે. સરેરાશ ૧૨૦ ડોલર પ્રતિ બેરલના ક્રુડ ઓઈલના ભાવના કારણે પેટ્રોલ વપરાશના લીધે દેશની જનતા ઉપર રૂ. ૫૨,૨૦૦ કરોડ, ડિઝલના લીધે રૂ.૨૨,૯૦૦ કરોડ અને રાંધણ ગેસના લીધે રૂ.૮૭,૫૦૦ કરોડનો બોજ ભારત ઉપર પડી શકે છે.
તા.૦૮.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૭.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૯૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૬૨૭૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૭૭૦ પોઈન્ટ થી ૧૫૭૦૭ પોઈન્ટ ૧૫૫૭૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૭.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૨૯૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૩૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૬૭૬ પોઈન્ટ થી ૩૨૪૦૪ પોઈન્ટ, ૩૨૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૭૪૦ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૫૩ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઈન્ડીગો ( ૧૬૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૬૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૩૭ થી રૂ.૧૬૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિમિટેડ ( ૭૦૫ ) :- રૂ.૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૬૭૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૨૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૬૧૯ ) :- એલ્યુમિનિયમ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વિપ્રો લિમિટેડ ( ૫૬૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૫૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૮૩ થી રૂ.૫૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- અદાણી એન્ટરપ્રાઈઝીસ ( ૧૫૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમ. ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૨૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૪૨૭ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૦૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- મુથૂત ફાઈનાન્સ ( ૧૩૫૦ ) :- ફાઈનાન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૨૭ થી રૂ.૧૩૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૬૦૯ ) :- રૂ.૬૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૯૦ થી રૂ.૫૭૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૪૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )