જામનગરમાં સંભવિત વાવાઝોડાને ધ્યાને લઇ બેડીબંદર ખાતે હજુ પણ 8 નંબરનું સિગ્નલ યથાવતરાખવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી બાદ જામનગરના બેડીબંદર ખાતે શરૂઆતમાં બે નંબરનું સિગ્નલ લગાવ્યા બાદ વાવાઝોડાનો ખતરો જોતા આઠ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું હતું. જે હજુ સુધી વાવાઝોડાનો ખતરો ધ્યાને લઇ આ આઠ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.