Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રીકૃષ્ણ મિત્ર મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ

છોટીકાશીમાં સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રીકૃષ્ણ મિત્ર મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ

- Advertisement -

છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં આવેલ સતકર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રીકૃષ્ણ મિત્ર મંડળ દ્વારા વક્તા પ.પૂ. જીગ્નેશદાદા (રાધે-રાધે)ના મુખારવિંદે તા. 12થી 18 જાન્યુઆરી સુધી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન કરાયું છે.

- Advertisement -

આજની યુવા પેઢી જે સતત પોતાની દિનચર્યામાં, વ્યવસાયમાં, પરિવારમાં વ્યસ્ત હોય છે. તે અને તેની આવનારી પેઢી સમય કાઢી પોતાના પરિવારના વકીલોની સાથે ભાગવત્ કથાનું શ્રવણ કરે અને ધાર્મિક કાર્યક્રમોમાં વધારેમાં વધારે જોડાઇ તેવા સદ્વિચાર સાથે સતકર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રીકૃષ્ણ મિત્ર મંડળ દ્વારા પૂ. જીગ્નેશદાદા (રાધે-રાધે)ના મુખારવિંદે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. શ્રીકૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ તા. 12થી 18 જાન્યુઆરી દરમિયાન રાત્રે 8:30 વાગ્યે તુલસીનગરી, તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ, જામનગર ખાતે આયોજન કરાયું છે. જેમાં તા. 12 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 વાગ્યે બાલા હનુમાન મંદિર, લાખોટા તળાવથી તુલસી એવન્યુ સુધી પોથીયાત્રા યોજાશે. ત્યારબાદ રાત્રે 8:30 કલાકે કથાનો પ્રારંભ થશે અને તા. 18ના રોજ સવારે 9:30 વાગ્યે કથા વિરામ થશે.

આ સમગ્ર ધાર્મિક આયોજનમાં શ્રીકૃષ્ણ મિત્ર મંડળના રમણિકલાલ વિઠઠ્ઠલદાસ રાજાણી પરિવાર (ગીતાબેન, બાદલભાઇ, નિશાંતભાઇ), પ્રવિણભાઇ દત્તાણી પરિવાર (ડો. ભાવિનભાઇ, નિરજભાઇ) કનુભાઇ કોટક પરિવાર (વિપુલભાઇ, કેતનભાઇ, હેમલભાઇ), હસમુખભાઇ કરશનભાઇ દત્તાણી પરિવાર (જીગિશભાઇ, કેયૂરભાઇ), કલ્પેશભાઇ બાલકૃષ્ણભાઇ હડીયેલ પરિવાર, કાલીદાસ વિઠ્ઠલદાસ સોનૈયા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ (ધીરજબેન, હરીશભાઇ, રાજેશભાઇ, ભૂપેશભાઇ, યોગેશભાઇ), ઉમંગભાઇ દિનેશભાઇ રાજાણી પરિવાર, ખોડિદાસભાઇ ધામેચા પરિવાર (લંડન) (લલીતાબેન તથા પ્રદીપભાઇ), ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર (મનહરલાલ, ધીરજલાલ, હર્ષદભાઇ, અશોકભાઇ, કમલેશભાઇ), અમૃતલાલ લક્ષ્મીદાસ કટારીયા (મારફતીયા) પરિવાર (દિનેશભાઇ, રણજીતભાઇ, જયેશભાઇ), વસંતરાય નારણદાસ ચગ પરિવાર (અનુભાઇ, આશિષભાઇ), ગોરધનદાસ ખેરાજ અમલાણી પરિવાર (હિતેશભાઇ, હર્ષદભાઇ), મહેન્દ્રભાઇ (મનુભાઇ) પંચમતીયા પરિવાર (શોભાબેન, વિશાલભાઇ) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ કાર્યક્રમને સફળ બનાવવા કથા એક્ઝયુટિવ કમિટીના અશોકભાઇ જોબનપુત્રા, ચેતનભાઇ માધવાણી, આશિષભાઇ ચગ, અક્ષિતભાઇ પોબારુ, કિરીટભાઇ સોલંકી, ડો. હિમાંશુભાઇ પેશાવરીયા, બાદલભાઇ રાજાણી, ભૂપેશભાઇ સોનૈયા, હિતેશભાઇ કારીયા, હિતેશભાઇ સખિયા, નિરજભાઇ દત્તાણી, ભાવેશભાઇ જાની, વિશાલભાઇ પંચમતિયા, રાજુભાઇ મારફતીયા, હેમલભાઇ વસંત, રણજીતભાઇ મારફતિયા, દિનેશભાઇ મારફતીયા, મિતેશભાઇ લાલ, મિહીરભાઇ કાનાણી, કલ્પેશભાઇ હડિયલ, મેહુલભાઇ જોબનપુત્રા, વિપુલભાઇ કોટક, નિલેશભાઇ ઉદાણી, આનંદભાઇ રાયચુરા, મનોજભાઇ અમલાણી તથા નિશાંતભાઇ રાજાણી સહિતના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular