Saturday, March 21, 2026
Homeરાજ્યજામનગરશ્રી રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમૂહ...

શ્રી રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન(નાત)નું આયોજન

ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના અધ્યક્ષસ્થાને શહેરના લોહાણા સમાજની મિટીંગ સંપન્ન...

આગામી ચૈત્ર સુદ – 9, તા.27 માર્ચના રોજ રઘુવંશી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાકટ્ય મહોત્સવ યાને રામનવમીનો પવિત્ર તહેવાર હોય તેની ઉજવણીના ભાગરૂપે શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા રામનવમી પારણા અંતર્ગત તા. 28ના રોજ જામનગર શહેરના સમસ્ત રઘુવંશી સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન પાને નાતનું આયોજન જામનગર ખાતે કરવામાં આવ્યું છે. જેના સંદર્ભે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના અબલસ્થાને મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સદસ્ય માધવ સુખપરીયા દ્વારા કાર્યક્રમ અંતગર્ત માહિતીની જાણ કરવામાં આવી હતી. જેમાં આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.27 માર્ચના સવારે 7-30 કલાકે પાંજરાપોળમાં ગૌ માતાનું પૂજન થશે તેમજ ગૌ માતાને પાસે તથા લાડુ વિતરણ થશે.

- Advertisement -

તેમજ તા.28 માર્ચના રોજ સાંજે 5 કલાકે સ્વયંસેવક ભાઈઓ-બહેનોને સેવાકાર્યની ફાળવણી કરવામાં આવશે તથા સાંજે 6-30 કલાકે સારશ્વત બાપશ જ્ઞાતિનું સમુહ ભોજન તેમજ સાંજના 7-00 થી 9-30 કલાકે લોહાણા જ્ઞાતિનું સમુહ ભોજન (નાત) નું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોનું સ્થળ અયોબનગરી”, જલારામચોક, 150 ફુટ રીગ રોડ, હાપા માકેટીંગ યાર્ડ રોડ, ન્યારા પેટ્રોલ પંપ સામે, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

આ પ્રસંગ પાર પડે તેવા શુભ હેતુ સાથે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ અને રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્ય શ્રી જીતુભાઈ લાલ દ્વારા સર્વે જ્ઞાતિજનનો પધારવા તેમજ શહેરમાં વસતા તમામ રઘુવંશી સમાજના જ્ઞાતિજનોના પર ઘર સુધી આમંત્રણ પત્રીકા પહોંચાડવાની તથા સર્વે જ્ઞાતિજનો રામનવમી પારણા અંતગર્ત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન (નાત)માં પધારવા ખાસ અપીલ કરવામાં આવી હતી.

- Advertisement -

તમામ કાર્યક્રમો દબાદબાભેર ઉજવવા શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિને સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, ભરતભાઈ કાનાબાર, મનીપભાઈ તન્નાના માર્ગદર્શન મુજબ અને જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સર્વે સદસ્યોના નેજા હેઠળ રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સદસ્યો માથવ સુખપરિયા, અપુંવ કારીયા, જય રાચાલી, પાર્થ નથવાણી, આયુષ પોપટ, કબિર વિઠ્ઠલાણી, કર્તવ્ય સુચક, સુજલ ખાખરીયા, આદિત્ય મજીઠીયા, વામ કુંડલીયા, દેવ જોબનપુત્રા, સત્યમ તન્ના, અંકિત મહેતાની સાથે બહોળી સંખ્યામાં યુવાન કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ તમામ કાર્યક્રમોમાં સમસ્ત લોહાણા સમાજને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા શ્રી રામચંદ્રજી પ્રાક્ટય મહોત્સવ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે તેમ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્ય વતિ જીતુભાઈ લાલ અને સમિતિના સદસ્યો વતી માધવ સુખપરિયાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે

ટીફીન સેવા વ્યવસ્થા

ખાસ જ્ઞાતિજનોને જણાવવાનું કે લોહાણા જ્ઞાતિના જે અશકત – બીમાર- વયોવૃધ્ધ વડિલો પ્રસાદ લેવા આવી શકે નહી તેમના માટે ટીફીનની વ્યવસ્થા છે. આ માટે અગાઉથી નામ નોંધણી તા.20 થી 25 માર્ચ સુધીમાં સાંજે 5 થી 7 વાગ્યા દરમ્યાન મોદી લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે કરાવીને પાસ મેળવી લેવાના રહેશે. આ પાસે પર જ્ઞાતિ ભોજનના સ્થળ પરથી ટીકીન આપવામાં આવશે.વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપવા વિનંતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular