જામનગર શહેરમાં આંબેડકરનગર નજીક રહેતા યુવાને આર્થિક સંકળામણ અનુભવતા તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં આંબેડકર નગર કિશાન ચોક બાયની વાડી માં રહેતા વિનોદભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ. 34) નામના યુવાન કોઈ કામ ધંધો કરતા ના હોય જેથી હાલ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સંકળામણ અનુભવતો હતો. તેના કારણે જિંદગીથી કંટાળીને ગઈકાલે રવિવારે તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ અંગેની મહેશભાઈ પરમાર દ્વારા જાણ કરાતા પી.એસ.આઈ. એમ.જી.વસાવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.