Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતએક તરફ વેક્સિનની શોર્ટેજ બીજી તરફ 18 વર્ષની ઉપરના તમામને વેક્સિન આપવા...

એક તરફ વેક્સિનની શોર્ટેજ બીજી તરફ 18 વર્ષની ઉપરના તમામને વેક્સિન આપવા નિર્ણય !

જામનગરમાં મંદ ગતીએ ચાલતાં રસીકરણ અભિયાનનું શું થશે?

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લાં એક સપ્તાહથી વેક્સિનેશન અત્યંત મંદ ગતીએ ચાલી રહ્યું છે. જે માટે વેક્સિનની શોર્ટેજ જવાબદાર હોવાનું રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે તેમની જામનગર મુલાકાત દરમ્યાન સ્વિકારી ચૂકયા છે. વેક્સિન ડોઝની પર્યાપ્ત ઉપલબ્ધતાના અભાવે પૂરી ક્ષમતાથી વેક્સિનેશન થઇ રહ્યું નથી. ત્યારે આજે વડાપ્રધાનની દેશના નામાંકિત તબિબો સાથે યોજાયેલી બેઠક બાદ આગામી 1, મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી જામનગરમાં ખૂબ જ ધીમી ગતીએ ચાલી રહેલાં વેક્સિનેશન માટે વધુ સમસ્યાઓ સર્જી શકે છે.

- Advertisement -

કોરોના સામેની લડાઇમાં વેક્સિન એક માત્ર શસ્ત્ર હોવાનું ખૂદ વડાપ્રધાન અને ત્યારબાદ રાજયના મુખ્યમંત્રી સ્વિકારી ચૂકયા છે. એટલું જ નહીં વેક્સિનેશન વધારવા માટે દેશમાં ટીકાઉત્સવ પણ મનાવાઇ ચૂકયો છે. મુખ્યમંત્રી તેને અમોઘ શસ્ત્ર ગણાવી ચૂકયા છે. પરંતુ પૂરતાં પ્રમાણમાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ન હોવાને કારણે સરકારની રસીકરણની ઝૂંબેશને ફટકો પડયો છે. એક તરફ કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણ ઘટી રહ્યું છે. વેક્સિનના અભાવે અનેક જગ્યાએ લોકોને વેક્સિન લીધાં વગર જ પરત ફરવું પડી રહ્યું છે.આવી સ્થિતિ વચ્ચે આજે 18 વર્ષથી ઉપરના તમામ નાગરીકોને વેક્સિન આપવા માટે લેવામાં આવેલો નિર્ણય ખૂદ સરકાર અને તેના વ્યવસ્થા તંત્ર માટે પડકારજનક બની રહેશે તેવું જણાય રહ્યું છે. ખાસ કરીને જામનગર શહેરમાં જે ગતિએ વેક્સિનેશન થઇ રહ્યું છે. તે જોતાં કેટલાંક લોકોને વેક્સિન આપી શકાશે તે એક મોટો પ્રશ્ર્ન છે. જો કે, મુખ્યમંત્રી એવું આશ્ર્વાસન આપીને ગયા છે કે, બે-ચાર દિવસમાં જ સરકારને વેક્સિનનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ થઇ જતાં રાજયમાં ફરીથી વેક્સિનેશન ઝૂંબેશ વેગવંતિ બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular