ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા પાલિકાના કરવેરાની વસુલાત માટે છેલ્લા કેટલાક સમયથી કડક સાથે કામગીરી કરવામાં આવી રહી છે. બાકીદારોને નોટિસ અપાયા બાદ નળ જોડાણો દૂર કરવા તથા મિલકતને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રકારના કરવેરા બાકી હોવા અંગે આસામીઓને નોટિસો અપાયા બાદ પણ આવા આસામીઓ દ્વારા વેરા ભરપાઈ કરવામાં ન આવતા ગઈકાલે મંગળવારે નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ કરવેરા વિભાગના જીગ્નેશ મકવાણા તથા સ્ટાફ દ્વારા વધુ ચાર દુકાનો અને સીલ મારી દેવામાં આવ્યું છે.
આમ, કડક હાથે કરવેરા વસૂલાતની કામગીરી માર્ચ સુધી અવિરત રીતે ચાલુ રહેનાર હોવાનું પાલિકા વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.