ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા વેપારી યુવાનની બે પુત્રીઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવમાં બન્નેના મોત સાપ કરડવાથી થયાના પ્રાથમિક અનુમાન બાદ મૃતદેહોને જામનગરની જી. જી. હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્યાં છે.
અરેરાટી જનકના બનાવની વિગત મુજબ, દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં જૂની પોલીસ ચોકી પાસે રહેતા વેપારી અગ્રણી સાજીદ અબ્દુલ સતાર મૌલવી નામના યુવાનની શબીહા સાજીદ મૌલવી (ઉ.વ.14) અને ઈન્સા સાજીદ મૌલવી (ઉ.વ.9) નામની બે પુત્રીઓ બુધવારે રાત્રિના સમયે નિંદ્રાધિન હતી તે દરમિયાન બન્નેના શરીરનો રંગ લીલો પડી જતા મોત નિપજયા હતાં. બે પુત્રીઓના એક સાથે મોત નિપજવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવમાં બન્ને પુત્રીઓના શરીરનો રંગ લીલો થઈ જવાથી બન્નેના મૃત્યુ સાપ કરડવાથી અનુમાન લગાવી રહ્યા હતાં. ત્યારબાદ બન્નેના મૃતદેહોને પીએમ માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં. આ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ જ જાણવા મળી શકશે. દરમિયાન સલાયા વેપારી મંડળના સાજીદ અબ્દુલ સતારની બન્ને પુત્રીઓના મોત નિપજયાની જાણ થતા વેપારીના મંડળના પ્રમુખ તથા હોદેદારો દ્વારા યુવાન વેપારીના પરિવારને અચાનક આવી પડેલા દુ:ખને પહોંચી વળવા સાંત્વના આપી હતી. આ કરૂણ બનાવ બનવાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
વધુ વાંચો
માતા-પિતાના ઝઘડાથી કંટાળી તરૂણ પુત્રીનો આપઘાત
ખંભાળિયા તાલુકાના વડતરામાં શખ્સે આંતક મચાવ્યો
એસટી બસની હડફેટે ચાલીને જતા પરપ્રાંતિય યુવાનનું કરૂણ મૃત્યું
તરૂણી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પાલક પિતાને આજીવન કેદ