Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા પંથકના વહાણની અરબી સમુદ્રમાં જળસમાધિ

ખંભાળિયા પંથકના વહાણની અરબી સમુદ્રમાં જળસમાધિ

"નીગાહે કરમ” વહાણના તમામ 12 ખલાસીઓને બચાવી લેવાયા

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા પંથકનું એક વહાણ અરબી સમુદ્રમાં ગરદ થઇ જતા આ વહાણના ખલાસીઓને અન્ય બોટ મારફતે બચાવી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

આ અંગે સુમાહિતગાર વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સુલતાન ઈસ્માઈલ સુંભાણીયાની માલિકીનું અને બી.ડી.આઈ. 1398 નંબરના રજીસ્ટ્રેશન ધરાવતું “નિગાહે કરમ” નામનું વહાણ ગત તા. 27 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદર ખાતેથી 800 ટન ખાંડ ભરી ડીજુબુટ્ટી બંદરે જવા નીકળ્યું હતું. 12 ખલાસીઓ સાથેનું આ વહાણ અરબી સમુદ્રમાં પહોંચ્યું ત્યારે એકાએક વાતાવરણ પ્રતિકૂળ બની જતા આ ખરાબ હવામાનના કારણે આ વહાણે અરેબિયન સમુદ્રની હદમાં જ જળસમાધિ લીધી હતી.

આ માલવાહક જહાજમાં જઈ રહેલા 12 ખલાસીઓને ઇન્ડીયન કોસ્ટગાર્ડ તેમજ નજીકમાં રહેલી મોટર ટેન્કર સી રેન્જર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તમામ ખલાસીઓને સલામત રીતે ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદરે લઈ આવવામાં આવ્યા હતા.
આ બચાવ કામગીરી માટે સલાયા ઇન્ડીયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી દ્વારા કોસ્ટ ગાર્ડને સમયસર ઈ-મેઈલ મારફતે જાણ કરી અને ખલાસીઓને બચાવવા માટેના પ્રયાસો કરાયા હતા. વહાણની જળસમાધિના આ બનાવે સલાયા પંથકના વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular