અશ્લીલ વિડીઓના આરોપમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બીઝનેસમેન રાજ કુન્દ્રાની ધરપકડ થયાના ચાર દિવસ બાદ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા મારફતે પોસ્ટ શેયર કરીને મૌન તોડ્યું છે. તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગત રાત્રે એક પુસ્તક માંથી પોસ્ટ અપલોડ કરી છે. જે લેખક જેમ્સ થર્બરના પુસ્તકનું લખાણ છે.
શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ શેયર કરી તેમાં લખ્યું છે કે ગુસ્સામાં પાછળ વળીને ન જુઓ તથા ડર વખતે આગળ ન જુઓ. પરંતુ સતર્કતાથી ચારે બાજુ જુઓ. આપણે ગુસ્સામાં એવા લોકોને યાદ કરીએ છીએ જેણે આપણું નુકશાન કર્યું હોય. અને આપણે કોઈ બીમારીનો ભોગ બની શકીએ છીએ. હું એક ઊંડો શ્વાસ લઉં છું એ જાણીને કે હું જીવતો રહેવા માટે ભાગ્યશાળી છું અને ભૂતકાળમાં પડકારોનો સામનો કરી ચુક્યો છું. અને ભવિષ્યમાં પણ પડકારો સામે બચીશ.
બીઝનેસમેન રાજ કુન્દ્રાની પોલીસે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. અને 23 જુલાઈ સુધી તે પોલીસ કસ્ટડીમાં છે. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ કેસમાં 19 જુલાઈના રોજ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને રાતે 9 વાગે કુન્દ્રા મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ભાઈખલા ઓફિસે પહોંચ્યો હતો. 2 કલાક પૂછપરછ ચાલી અને ત્યારબાદ રાતે 11 વાગે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે.