Sunday, December 22, 2024
Homeરાજ્યજામજોધપુરમાં એસટી ડ્રાઈવર દ્વારા મહિલા સાથે નિર્લજ્જ વર્તન

જામજોધપુરમાં એસટી ડ્રાઈવર દ્વારા મહિલા સાથે નિર્લજ્જ વર્તન

નિવૃત્ત ડેપો મેનેજરના પુત્રનું કારસ્તાન: ડેપો મેનેજર અને તેના પત્નિ તથા બે પુત્રો વિરૂધ્ધ પોલીસ ફરિયાદથી ચકચાર

- Advertisement -

જામજોધપુરમાં ઉમિયાનગરમાં રહેતી 35 વર્ષની એક અપરણિત યુવતી સામે બિભત્સ ચેનચાળા કરી હાથ પકડી બિભત્સ વાણી વર્તન કરવા અને યુવતી તેમજ તેના ભાઈ તથા માતા ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે જામજોધપુરના માજી ડેપો મેનેજર અને તેની પત્ની તથા પુત્ર સહિતનાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુરના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા મહિલા તેના ઘરનું ફળિયુ સાફ કરતા હતા તે દરમિયાન તેની બાજુમાં જામજોધપુરમાં બસ ચાલક તરીકે ફરજ બજાવતા સનિત જમન ખાંટ નામના શખ્સે બાજુમાં ઉભા રહી અડધા વસ્ત્ર કાઢી બિભત્સ ઈશારા કર્યા હતા. આ સમયે બોલાચાલી થયા પછી બસ ચાલકનો ભાઈ પણ આવી ગયો હતો અને તેણે પણ મહિલા વિરૂધ્ધ અભદ્ર ભાષા ઉચ્ચારી હતી. તે સમયે લોકો એકઠાં થયા હતા. મહિલાના ભાઈ, માતા વગેરે પણ ઘરની બહાર આવી જતાં સનિત અને તેના પિતા કે જે અગાઉ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા પિતા જમન ખાંટ અને પત્ની જોશના તથા ભાઈ જયદીપ સહિતના ચાર શખ્સોએ લાકડી વડે હુમલો કરી દીધો હતો. જેથી 108 ની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન 108ની ટીમ ઉપરાંત 181 મહિલા અભયમની ટીમ સ્થળ પર આવી ગઈ હતી અને સૌપ્રથમ જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટનામાં પોલીસે મહિલાની ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાવતા ભારે ચકચાર જાગી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular