જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા સાત મહિલાઓને સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 17500ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ જુગાર દરોડો જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રાજપાર્કમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન સાત મહિલાઓને રૂા. 17500ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો જામનગરના જાગૃતિનગર શેરી નં. 6માં જાહેરમાં રૂપિયા સિક્કા ઉછાળી કાટછાપનો જુગાર રમતા પોપટ રામ ભારવડીયા અને લખમણ સખીલાલ પરમાર નામના બે શખ્સોને સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે 1572ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વર્લીમટકાના આકડા લખી પૈસાની હારજીત કરતાં દીલીપપરી ધનરાજપરી ગોસ્વામી, ઇસુબશા જમાલશા બાનવા નામના બે શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા. 1500ની કિંમતના બે ફોન અને 370ની રોકડ સહીત ુલ રૂા. 1870ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.