મીઠાપુરમાં પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દાઉદ નૂરમામદ સુંઘડા, હમીદ હાસમ ચમાડિયા, સાજણભા માંડણભા સુમણીયા અને જગદીશ રામભાઈ ગોસ્વામીને ઝડપી લઇ કુલ રૂા.10,790 નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
ઓખામાં ગાંધી નગરી વિસ્તારમાંથી પોલીસે સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 20) ને વરલી મટકાના આંકડાથી જુગાર રમતા ઝડપી લીધો હતો. ખંભાળિયા તાલુકાના વાડીનાર ખાતેથી ગંજીપત્તા વડે જુગાર રમતા હુસેન નુરમામદ ફકીર અને મુસ્તાક ઝાકીર આમદાણી નામના બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.