જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.12,370 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના બેડીગેઈટ વિસ્તારમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.1450 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન વિનોદ સુખા વાઘેલા, જગદીશ દિલીપ ડાભી, રાહુલ દિલીપ ડાભી અને નીતિન મનસુખ વાઘેલા નામના ચાર શખ્સોને રૂા.12370 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર શહેરમાં બેડી ગેઈટ પાસે જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીના આંકડા બોલી પૈસાની હાર-જીત કરતા મહમદ ફારુક પીરજાદા, સુરેન્દ્રસિંહ રૂપસિંહ ભાટ્ટી, યુનુસ ઓસમાણ શેખ નામના ત્રણ શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1450 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.