Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધુતારપર ગામની સીમમાંથી બે મહિલા સહિત સાત શખ્સો જૂગાર રમતા ઝડપાયા

ધુતારપર ગામની સીમમાંથી બે મહિલા સહિત સાત શખ્સો જૂગાર રમતા ઝડપાયા

રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ 57 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરતી એલસીબી

- Advertisement -

જામનગર તાલુકાના ધુતારપુર ગામની સીમમાંથી એલસીબી પોલીસે બે મહિલા સહિત સાત શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.22,000 ની રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા.97,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, ધુતારપર ગામની સીમમાં મુકેશ નાથા વેકરીયાની વાડી પાસે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે રેઈડ દરમિયાન મુકેશ નાથા વેકરીયા, યોગીરાજસિંહ કુંવરસિંહ જાડેજા, ધર્મેન્દ્રપરી અશ્ર્વિનપરી ગોસ્વામી, દિવ્યેશપરી ઈશ્ર્વરગીરી ગોસ્વામી, મહેન્દ્ર કરણ કારેથા તથા બે મહિલાઓ સહિત સાત શખસોને એલસીબી પોલીસે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.22000 ની રોકડ રકમ, રૂા.25000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન તથા રૂા.50000 ની કિંમતનું મોટરસાઈકલ સહિત કુલ રૂા.57,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular