Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં બે સ્થળોએ જુગાર દરોડામાં સાત શખ્સો ઝડપાયા

ભાણવડમાં બે સ્થળોએ જુગાર દરોડામાં સાત શખ્સો ઝડપાયા

- Advertisement -

ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામમાં આવેલા સોમવારે બપોરે સ્થાનિક પોલીસે જુગાર રમી રહેલા રફીક ઉર્ફે કાયડી સુલેમાન રાવકરડા, કાસમ ઉર્ફે રાભો હાસમ ઘુઘા અને ઈલિયાસ ઉમર ઘુઘા નામના ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ, રૂપિયા 1,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન અસલમ બોદુ સમા, ઈસુબ વલીમામદ ઘુઘા હનીફ જુસબ સમા અને અઝહરુદ્દીન ઈસ્માઈલ ઘુઘા નામના ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.

- Advertisement -

અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે કૃષ્ણગઢ ગામેથી કાના અરસી વૈરુ, માલદે ઘેલાભાઈ સોલંકી વલ્લભ ગોરધન અમૃતિયા અને હમીર આલા ધ્રાંગુ નામના ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ, કુલ રૂપિયા 10,570 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular