જામનગર શહેરના આશાપુરા મંદિર નજીકના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.21,000 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના નાગનાથ સર્કલ પાસે જાહેરમાં વર્લીના આંકડા લખતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના આશાપુરા માતાજીના મંદિર પાસેના વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિરલ મનસુખ નંદા, વિશાલ તુલસીદાસ હુરબડા, દિપક મનજી ખીચડા, કલ્પેશ વાલજી માવ, ચંદ્રેશ કાંતિ શેઠીયા, દીપ કિશોર કટારમલ સહિતના છ શખ્સોને રૂા.21 હજારની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. તેમજ બીજો દરોડો, જામનગરમાં નાગનાથ સર્કલ પાસે જાહેરમાં વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા ચંદુલાલ બાબુલાલ ખેતાણી નામના શખ્સને રૂા.1,240 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ તેમજ 35,000 નું એકટીવા સહિત રૂા.36,240 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.