ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટર મોડ-3 (વર્ગ-3) ખાતાકીય બઢતી અંગે પરીક્ષા યોજાઇ હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારોએ ખાતાકીય બઢતી માટે પરીક્ષા આપી હતી. જેમાં જામનગરના ચાર તથા દ્વારકાના ત્રણ ઉમેદવારો પાસ થયા છે.
રાજ્યના બિનહથિયારધારી એએસઆઇઓને બિનહથિયારધારી પીએસઆઇ વર્ગ-3માં બઢતી આપવા માટે ખાતાકીય બઢતી પરીક્ષા બોર્ડની રચના કરવામાં આવી હતી. જે અંતર્ગત ફિઝિકલ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની તા. 26 માર્ચના રોજ લેખિત પરીક્ષા યોજાઇ હતી. જેમાં જામનગરના ત્રિવેદી મનિષાબેન શશીકાંતભાઇ, નિમાવત અસ્મિતાબેન છબીલદાસ, વાઘાણી ધિરજભાઇ જાદવજીભાઇ, રાઠોડ રમેશભાઇ વાલજીભાઇ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જોશી હેમતલાલ મુળજીભાઇ, નકુમ દામજીભાઇ શામજીભાઇ તથા કાળાવદરા પુરીબેન રણમલભાઇ ઉત્તિર્ણ થયા હતાં.