Wednesday, January 7, 2026
Homeરાજ્યજામનગરમોરકંડાના પાટિયા પાસે ઘોડીપાસાનો જુગાર રમતા સાત ઝડપાયા

મોરકંડાના પાટિયા પાસે ઘોડીપાસાનો જુગાર રમતા સાત ઝડપાયા

જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટિયા પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન સાત શખ્સોને ઝડપી લઇ કુલ રૂા. 1,90,500નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના મોરકંડા ગામના પાટિયા પાસે પેટ્રોલ પંપની બાજુમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની ઘનશ્યામભાઇ ડેરવાડિયા, અરજણભાઇ કોડિયાતર, કિશોર પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ જુનેદ ઉર્ફે બોદિયો જુસબ ખફી, મહેબુબ ઉર્ફે દાબેલી સત્તાર ચુડાસમા, ફિરોઝ ઈસ્માઇલ ઉનડ, યાસીન કાસમ ડોસાણી, અસલમ ગફાર નોઇડા, વસીમ કાસમ ખીરા, અફઝલ ઇકબાલ ખીરા નામના સાત શખ્સોને રૂા. 30,500ની રોકડ, ઘોડીપાસાના બે નંગ, રૂા. 35 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન, બે બાઇક રૂપિયા 1,25,000ની મળી કુલ રૂા. 1,90,500ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગારનો બીજો દરોડો જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં ઓસ્ટ્રેલિયામાં રમાતી 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચના પ્રસારણ ઉપર રનફેરનો જુગાર રમાડતા આકાશ અતુલ ખગ્રામ નામના શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 2410ની રોકડ રકમ અને રૂા. 25 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 27,410ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

ત્રીજો દરોડો જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં જાહેરમાં ગંજીપના વડે તીનપતીનો જુગાર રમતાં આરીફ ઉમર નાઇ, રાયમલ હાજી ઘુઘા, સલીમ મામદ કાયાણી, ઇમરાન ઇબ્રાહિમ ઘુઘા, અજીઝ કાસમ હાલેપૌત્રા, અનીશ અબ્બાસ જુણેજા નામના 6 શખ્સોને રૂા. 14,400ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગારનો ચોથો દરોડો જામનગર શહેરના કામળિયાવાસ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતાં મહેશ ઉર્ફે મયૂર બાબુલાલ કટારમલ, હુશેન અલી કથીરી, વિશાલ નરશી ચૌહાણ, મહેન્દ્રસિંહ કરશનસિંહ જાડેજા, રાજેશ સવજી ચૌહાણ, કિરીટસિંહ નારણજી જાડેજા નામના 6 શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 10,200ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular