Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ

જામનગર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ

જામનગર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.01 થી 08 તા.6 ના રોજ નિર્ધારિત કર્યો છે. જેમાં સવારના 09 થી સાંજના 05 કલાક સુધી એમ. પી. શાહ શાહ મ્યુનિસીપલ ટાઉનહોલ જામનગર ખાતે રાખવામાં આવ્યો છે.

- Advertisement -

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના વિભાગો જેવા કે, જન્મમરણના દાખલાઓ, લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, પ્રોપર્ટી ટેકસના પ્રશ્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ વ્યક્તિગત રીતે જે કોઇ અરજદારના હોય તે લેવાના છે તે જરીતે સરકાર સેવાઓ જેવી કે આવકનો દાખલો, વૃધ્ધ પેન્શન, વિધ્વા પેન્શન, રાશનકાર્ડ, ક્રિમીલેયર સર્ટીફિકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ (જીઈબી) લગતના મુદ્દાઓ, સમાજ કલ્યાણ અને પાછત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટીફિકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ આધાર કાર્ડની કામગીરી જેવી કે આધાર કાર્ડ, સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન, આઈસીડીસએસ બાળકોના આધાર કાર્ડ, 0થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ, રેેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, મેડીકલ કેમ્પ, બેંક લોન અંગે માર્ગદર્શન તથા ભીમ એપ, કેસલેશ લીટરેસી વિગેરે કાર્યવાહી દિવસે હાથ ધરવામાં આવનાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular