બીપરજોય વાવાઝોડાના ભયજનક વાતાવરણ મા જામનગર દરિયાઈ વિસ્તાર આસપાસ ના ગામો જેવા કે બેડ, રસુલનગર, વસઈ તથા સિક્કા વિગેરે ગામો ની જામનગર ના મુસ્લિમ આગેવાનો કાસમભાઈ ખફી, રજાકભાઈ ચાવડા, કાદરબાપુ જુણેજા, ઈકબાલભાઈ ખફી (ભૂરાભાઈ), ઈકબાલભાઈ સુમરા, જુસબ બારિયા, (પ્રમુખ), કાદરબાપુ શેખ, વકીલ રશીદ ખીરા, અમીનભાઈ નોતીયાર, અફઝલ ખીરા, ભૂટાભાઈ, મુરતુઝા ખીરા, અલીભાઈ પતાની, બોદુંભાઈ પતાની, જેન્તીભાઈ વિગેરેએ વિવિધ ગામો ની મુલાકાત લીધી અને સરકાર અને પ્રશાસન ની સાથે કદમ મિલાવી આર્થિક કે સામાજિક રીતે મદદરૂપ થવા સિક્કા નગરપાલિકા ના ચીફ ઑફિસર અગ્રવાલની મુલાકાત લીધેલ અને સરકાર ની સાથે જ્યાં જ્યાં જરૂર હોઈ ત્યાં ફૂડ પેકેટ, પીવાનું પાણી, તાલ પત્રી, વિગેરે આપવા માટે ખાત્રી આપી અને સરકાર સાથે ખડે પગે ઉભું રહેવાનું અને તન મન અને ધન સાથે સહયોગ આપી અને આવી વિકટ પરિસ્થિતિમાં માં સાથે રહેવાની ઉમદા કાર્ય કરેલ છે. અને આ આગેવાનો દ્વારા એક હેલ્પલાઈન સરું કરેલ છે અને આગામી આ વિકરાળ પરિસ્થિતિમાં પહોંચી વળવા આહવાન આપેલ છે.