Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોરોના કેર સેન્ટરની સેવા

ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોરોના કેર સેન્ટરની સેવા

- Advertisement -

જામનગરમાં કોરોના સંક્રમણ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચતું જાય છે. સતત કોરોના પોઝિટીવ કેસનો આંક વધતાં હોસ્પિટલો હાઉસફુલ થઇ રહી છે. ત્યારે ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ દ્વારા કોરોના કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને ચા-નાસ્તો, ઉકાળો દવા સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.

- Advertisement -

ઓશવાળ શિક્ષણ અને રાહતસંઘ દ્વારા કોરોના મહામારીમાં કોરોના દર્દીઓ માટે કોરોના કેર સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 40 દર્દીઓ દાખલ થયા હતા. જે પૈકી 2 દર્દીના હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ કોરોના કેર સેન્ટરમાં સંસ્થા દ્વારા સવારે ચા તથા નાસ્તો તેમજ ઉકાળો બપોરે ભોજન તથા આયુષ કેપસૂલ સાંજે ચા તેમજ રાત્રિભોજન સહિતની સુવિધા ઉપરાંત દરેક રૂમમાં નાસ લેવા માટે નોબ્યૂલાયઝર મશીન ઓકિસજન લેવલ વધે તે માટે આયુર્વેદિક ઔષધી રાત્રે હળદરવાળું દૂધ અને જ્યુસ સહિતની સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ દર્દીઓને વાઇફાઇ, પ્રોજેકટર સામાજીક ફિલ્મ બતાવવા સહિતની વ્યવસ્થા પણ આપવામાં આવી રહી છે. ઓશવાળ સેન્ટરના રસોડામાં રસોઇની વ્યવસ્થા સાથે સંસ્થાના યુવા કાર્યકરો દ્વારા અને વડીલોના સહકાર સાથે આ સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. જેથી દર્દીઓને કોરોનાકાળમાં મુશ્કેલી ન પડે અને સારવાર મળી રહે તે માટે ડોકટરો અને મેડિકલ સ્ટાફ પણ દર્દીઓને સારવાર પુરી પાડી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular