Sunday, March 1, 2026
Homeરાજ્યજામનગરઆરાધના ધામ ખાતે પોલીસ કેમ્પમાં દ્વારકાના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ - VIDEO

આરાધના ધામ ખાતે પોલીસ કેમ્પમાં દ્વારકાના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ – VIDEO

ભોજન, મસાજ, આરોગ્ય, નાસ્તો સાથે દિવસ- રાત કેમ્પ કાર્યરત

આગામી હોળી તથા ધૂળેટીના તહેવાર દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ માટે શ્રદ્ધાળુઓમાં વર્ષે ને વર્ષે બહોળો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા અને સમર્પણનો સેવાયજ્ઞ સમાન ખંભાળિયા તાલુકાના આરાધના ધામ ખાતે સેવા કેમ્પ ઘણા વર્ષોથી કાર્યરત કરવામાં આવ્યો છે.

- Advertisement -

જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા ફૂલડોલ ઉત્સવ માટે ભક્તિભાવ સાથે દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરાધના ધામ નજીક સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, ચા – નાસ્તો, ભોજન તેમજ રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. ઉપરાંત વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓ સેવા કેમ્પનો લાભ મેળવી રહ્યા છે.આ સાથે પદયાત્રીઓની સલામતી માટે જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. એટલું જ નહિ, કોઈ પદયાત્રીઓના રોડની એક બાજુ સાઈડમાં ચાલવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે સાચા અર્થમાં માનવ સેવાનું જીવંત ઉદાહરણ બની રહેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular