કોવિશિલ્ડ રસી ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ -ઓફ ઇન્ડિયાએ ભારત સરકારની ઘોષણા બાદ હવે રસીના ભાવ જાહેર કર્યા છે. SIIએ જણાવ્યું હતું કે કંપની દ્વારા રાજ્ય સરકારોને આપવામાં આવતી રસીની કિંમત રૂ. 400 રૂપિયા અને ખાનગી હોસ્પિટલોને સપ્લાય કરવાની કિંમત રૂ. 600 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કિંમત કંપનીની રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોમાં પૂરા પાડવામાં આવેલા 50 ટકા હિસ્સા માટે નક્કી કરવામાં આવી છે.
SIIની ઘોષણા પછી, તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે સામાન્ય લોકોને રસી માટે કેટલું ચુકવવું પડશે. કંપનીએ હાલમાં રાજ્ય સરકારો અને હોસ્પિટલોને ઉપલબ્ધ રસીના દરોની જાહેરાત કરી છે. પરંતુ જો હોસ્પિટલો તેમાં પોતાનો ખર્ચ ઉમેરશે તો તેની કિંમત વધી શકે છે. તે જ સમયે, જો રાજ્ય સરકારો આ પર સબસિડી આપે છે, તો ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.
સીરમ ઇન્સ્ટીટયુટએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં, તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી રસીનો 50% હિસ્સો ભારત સરકારના રસી કાર્યક્રમમાં પૂરો પાડવામાં આવશે અને બાકીના 50 ટકા રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોમાં પૂરા પાડવામાં આવશે. કંપનીના ઉત્પાદનનો 50 ટકા પુરવઠો ભારત સરકારના રસી કાર્યક્રમ પર રહેશે.
સીરમ ઇન્સ્ટીટયુટની વેક્સીનના ભાવ દુનિયાની અન્ય વેક્સીનની સરખામણીમાં ઘણા ઓછા છે.કંપનીના જણાવ્યા મુજબ, યુએસ રસીની કિંમત રૂ.1500 રૂપિયા પ્રતિ ડોઝ છે. રશિયન રસીની કિંમત ડોઝ દીઠ 750 રૂપિયાથી વધુ છે અને ચીનની રસીની કિંમત રૂ.750 છે. કંપનીએ એવી પણ માહિતી આપી હતી કે તેની રસી આગામી 4-5 મહિનામાં દેશભરના દવાના સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે અને ત્યાં સુધી પુરવઠો હાલની સિસ્ટમ હેઠળ રહેશે.