Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ...

જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મેયર સહિતના પદાધિકારીઓ તેમજ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્ેદારોની ટર્મ પૂર્ણ થઇ રહી હોય નવા હોદ્ેદારોની નિમણૂંક માટે ભાજપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે નવા પદાધિકારીઓની પસંદગી માટે જામનગર શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા લેવા માટે પ્રદેશ કક્ષાએથી નિરિક્ષકો આજે આવી પહોંચ્યા હતાં અને દાવેદારોને તથા સંગઠનના હોદ્ેદારો, કાર્યકરોને સાંભળ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત તથા છ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્ેદારોની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. ત્યારે હાલમાં આ તમામમાં ભાજપનું શાસન હોય, ભાજપા દ્વારા નવાપદાધિકારીઓની નિમણૂંક કરવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે પ્રદેશ ભાજપ દ્વારા નવા પદાધિકારીઓ માટે સેન્સ લેવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે જામનગર શહેર ભાજપ કાર્યાલય સાથે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશકક્ષાએથી આવેલા અમોહભાઇ શાહ, મહેન્દ્રભાઇ પનોત તથા રક્ષાબેન બોદિયા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જામનગરના નગરસેવકો તેમજ અન્ય અપેક્ષિત પદાધિકારીઓ તથા પ્રતિનિધિઓએ પોતાની સેન્સ આપી નવા પદાધિકારી ચૂંટવા અંગે નિરિક્ષકોને વિગતો આપી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, વિજયસિંહ જેઠવા તથા મેરામણભાઇ ભાટુ સહિતના અગ્રણીઓ ઉપરાંત ભાજપાના જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો વિવિધ મોરચાના પ્રમુખો સહિતના હોદ્ેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગર જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ઉપરાંત છ તાલુકા પંચાયતના પદાધિકારીઓની પણ મુદ્ત પૂર્ણ થઇ રહી છે. ત્યારે આગામી સમયમાં બીજી ટર્મ માટે પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિયુક્તિ માટે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરુપે પૂર્વમંત્રી બ્રિજેશભાઇ મિરજા, પૂર્વધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તથા અમદાવાદ જિલ્લા પ્રભારી વંદનાબેન મકવાણા દ્વારા જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેકભાઇ પટવા સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular