મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરતી જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય કાર્યો કરે છે. તેમજ મહિલાઓને આર્થિક રીતે પગભર કરી જાગૃતતા કેળવવાનું કાર્ય પણ કરી રહી છે. જેના હોદ્દેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે શેતલબેન શેઠની વરણી કરવામાં આવી હતી.
જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે શેતલબેન શેઠ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે જ્યોતિબેન ભારવાડીયા, સેક્રેટરી તરીકે નિમિષાબેન ત્રિવેદી, જો. સેક્રેટરી તરીકે રચનાબેન નંદાણિયા, ખજાનચી તરીકે બીનાબા જાડેજા, સહ ખજાનચી ભાવિષાબેન ધોળકીયા, ક્ધવીનર (ગૃહઉદ્યોગના મહિલાઓના ઉત્થાન) જેનબબેન ખફી-ક્ધવીનર (સોશિયલ મિડીયા) ચેતનાબેન માણેક, ક્ધવીનર (મેમ્બરશીપ) અંકિતાબેન વોરા, ક્ધવીનર (સોશિયલ વર્ક) મનહરબા જાડેજા, ક્ધવીનર (એક્ઝિબીશન) મીનાબેન જીવરાજાણી, ક્ધવીનર (એજ્યુકેશન) દિપ્તીબેન બુચ, ક્ધવીનર (પ્રોગ્રામ મેનેજમેન્ટ) ગીતાબેન દવે, ક્ધવીનર (લીગલ સેલ) ચંદા ધંધુકીયા તેમજ મમતાબેન મેતા, માધવીબેન ભટ્ટ તથા હિરીબેન ગોઢાણીયાએ બોર્ડ મેમ્બર તરીકે શપથ લીધા હતાં.
આ તમામ હોદ્ેદારોને જ્યોતિબેન માધવાણીએ શપથવિધિ કરાવી હતી. તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ સહારાબેન મકવાણાએ શેતલબેનને બેઝ અર્પણ કર્યો હતો. તેમજ કલ્પનાબેન ખંઢેરીયાએ શુભેચ્છા પાઠવી હતી.