Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરરાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્ના.માં જામનગરના 90% અસ્થી વિષયક દિવ્યાંગની પસંદગી

રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્ના.માં જામનગરના 90% અસ્થી વિષયક દિવ્યાંગની પસંદગી

- Advertisement -

પેરાલિમ્પિક વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.02 ફેબ્રુઆરીથી 05 ફેબ્રુઆરી સુધી પેરિયાર માનામઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટેક્નોલોજી ગ્રાઉન્ડ, તંજાવુર, તામિલનાડુ ખાતે રાષ્ટ્રીય કક્ષાની પેરા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાશે. આ પ્રતિયોગિતામાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના 90% અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી શિવદાસભાઈ આલસુર ગુજરીયાની ગુજરાતની ટીમમાં પસંદગી થવા પામી છે. તેમના અથાક પ્રયત્નો અને મહેનતના પગલે ગુજરાત રાજ્યમાંથી તેમની પસંદગી થવા પર જામનગરનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જિલ્લા રમત ગમત અધિકારી દિવ્યાંગ મહિલા અધિકારી સમિતિના પ્રમુખ પ્રફુલાબેન મંગી તેમજ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના સમગ્ર સ્ટાફ વતી ખેલાડી શિવદાસભાઈને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે, તેમ દિવ્યાંગ પ્રમુખ સતારભાઈ એમ. દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular