Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર મનપાની એસ્ટેટ વિભાગ દ્વારા આચારસંહિતાની કામગીરી અન્વયે બોર્ડ-બેનર-કમાન જપ્ત

જામનગર મનપાની એસ્ટેટ વિભાગ દ્વારા આચારસંહિતાની કામગીરી અન્વયે બોર્ડ-બેનર-કમાન જપ્ત

ટાઉનહોલ, ગુલાબનગર, જી.જી. હોસ્પિટલ વગેરે વિસ્તારોમાંથી એસ્ટેટ વિભાગે દ્વારા કાર્યવાહી

- Advertisement -

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. ત્યારે શહેરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આચારસંહિતાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી બેનર, બોર્ડ, કમાનો ઉતારી લેવામાં આવ્યા છે.

- Advertisement -

તળાવની પાળ, ખંભાળિયા ગેટ, ન્યુસ્કૂલ, પોલીસચોકી, હીરજી મિસ્ત્રી રોડ, રણજીતનગર, એરફોર્સ ગેટ-2, ગોકુલનગર સાંઢીયા પુલ, સમર્પણ ફાટક રોડ તથા અંડરબ્રીજ, એમ્યુઝમેન્ટપાર્ક, 80ફૂટ રોડ, ટાઉનહોલ, ગુલાબનગર, ધુવાવ, લાલબંગલા રોડ, જી.જી.હોસ્પિટલ, ગુરુદ્વારા, વિરલબાગ, પ્રતાપ વિલાસ, શરૂસેક્શન રોડ, નુરી ચોકડી, હાપાથી સ્મશાન ચોકડી, લીમડા લાઈન પરથી શહેરમાંથી પક્ષના બોર્ડ બેનર દુર કરાયા હતાં તથા સુપર માર્કેટ, અનુપમ રોડ ખોડીયાર કોલોની રોડ પર રેકડી ન આવે તે માટે બે તથા એક માણસ સ્ટેન્ડ બાય રાખેલ છે.

આ કામગીરી દરમિયાન 98 નંગ બોર્ડ જપ્ત કરેલ છે, 25 નંગ જંડી જપ્ત કરેલ છે, 8 નંગ બેનર જપ્ત કરેલ છેે. ઉપરોક્ત કામગીરી ક્ધટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ ઓફિસર એન.આર. દિક્ષિત તથા દબાણ નિરિક્ષક રાજભા ચાવડા તથા દબાણ નિરિક્ષક સુનિલભાઈ ભાનુસાલી તથા સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular