જામનગર તાલુકાના હાપાના ગોડાઉનમાંથી એસઓજીની ટીમે રેઈડ દરમિયાન શક પડતી મિલકત તરીકે રાખેલા રૂા.21000 ની કિંમતના 1050 કિલો 21 ચોખાના બાચકા કબ્જે કરી વેપારી વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના હાપામાં સોરઠ મસાલાની બાજુમાં આવેલા ઈરફાન ડોસાણીના ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાનો જથ્થો હોવાની અરજણ કોડિયાતર, રમેશ ચાવડા, મયુદીન સૈયદને મળેલ બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ બી.એન.ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે રેઈડ દરમિયાન ગોડાઉનમાંથી રૂા.21 હજારની કિંમતના 1050 કિલોના 21 નંગ ચોખાના બાચકા કબ્જે કરી આધાર-પૂરાવા માગતા ઈરફાન રઉફ ડોસાણી પાસે ચોખાના આધાર-પૂરાવા ન હોવાથી પોલીસે તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી તપાસ આરંભી હતી.