મરીન નેશનલ પાર્ક મરીન સેન્ચુરી જામનગર ખાતે દેશમાં સૌ પ્રથમ વખત દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી સેન્સસનું આયોજન કરાયું છે. ત્રિ-દિવસીય આ કાર્યક્રમમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષીઓ પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે. જેમાં ગઈકાલે મહાનુભાવોના વકતવ્ય યોજાયા બાદ આજે બીજા દિવસે પક્ષીઓનું ગણતરીનું આયોજન કરાયું હતું. જેમાં પક્ષી પ્રેમીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.