Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયકોરોના ઘટતાં કીટ, માસ્ક, સેનેટાઇઝરમાં સિઝનલ મંદી

કોરોના ઘટતાં કીટ, માસ્ક, સેનેટાઇઝરમાં સિઝનલ મંદી

કોવિડને લગતી વસ્તુઓના વેચાણમાં 90 ટકાનો ઘટાડો

- Advertisement -

કોરોનાના કારણે અનેક વેપારીઓએ મંદી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા કોવિડને લગતી ચીજવસ્તુઓના વેચાણમાં 90 ટકાનો ઘટાડો આવ્યો છે. હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની આશંકાઓ પણ નિષ્ણાત ઓ વ્યકત કરી રહ્યા છે તેમ છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના પગલે 0012 કીટ, માસ્ક અને સેનિટાઈઝરનું વેચાણ ઘટ્યું છે.

અમદાવાદના વિરાટ નગરમાં 012 કીટ મેન્યુફેકચરિંગનો બિઝનસ કરતા આ છે પિન્ટુભાઈ. આમ તો તેઓ વર્ષોથી ગારમેન્ટ મેન્યુફેકચરિંગ ના ધંધા સાથે સંકળાયેલા છે. પણ જયારથી કોરોના શરૂ થતાં બે વર્ષથી 1013 કીટના મેન્યુફેકચરિંગ તરફ વળ્યા હતા. જોકે, કોરોનાની બીજી લહેરમાં ઘણા ડોકટર્સ પણ વોર્ડમાં 9010 કીટ વગર ફરતા હતા. તો હેર સલૂન ચલાવતા વેપારીઓ એ પણ 3312 કિટનો ઉપયોગ કરવાનું છોડી દીધું છે. લોકોમાં જાગૃતિના અભાવે તેઓના 112 કિટના વેચાણમાં ઘટાડો થયો છે. અને હવે 90 ટકા વેચાણ બંધ થતાં 3થી સાડા ત્રણ લાખના માલનો ભરાવો થઈ ગયો છે અને હવે તૈયાર થઈ ગયેલી 101) કીટના માલનો ભરાવો થઈ ગયો છે.

તો આવી જ કંઈક હાલત નિકોલમાં હોલસેલ બિઝનેઝ કરતા અરુણભાઈ ગોહિલની છે. તેઓને ત્યાં પણ 1217 કીટ, માસ્ક, સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્સ, ઓકિસમીટર સહિતની ચીજવસ્તુઓના માલનો ભરાવો થઈ ગયો છે. 300 રૂપિયાનું સેનીટાઇઝર તેઓ 100 રૂપિયામાં વેચવા તૈયાર છે છતાં કોઈ લેવા તૈયાર નથી. તેઓને ત્યાં 33 લાખ, માસ્ક, 6 લાખ ટ્રિપલ લેયર માસ્ક, 12 હજાર ઓકિસમીટર, 300 નંગ સેનિટાઈઝરના કેરબા સહિત 15 લાખના માલ અટવાઈ ગયો છે. તેઓનું કહેવું છે કે, અમદાવાદમાં 500 વધુ હોલસેલના વેપારીઓની આ હાલત છે.મહત્વનું છે કે, કોરોનાના કારણે આમ તો અનેક વેપારીઓના ધંધાને બ્રેક વાગી છે પણ કોરોના મહામારી સાથે સંકળાયેલ વસ્તુઓનું વેચાણ પણ એટલી હદે બંધ થઈ જશે તેવું વેપારીઓએ સપને પણ નહતું વિચાર્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular