Monday, March 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મ્યુ. ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે બિઝનેસ ગ્રોથ સેમિનાર

જામનગરમાં મ્યુ. ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે બિઝનેસ ગ્રોથ સેમિનાર

આરામ હોટલમાં એઆઇએફ વિષે સેમિનાર : સ્પીકર તરીકે મધુ લુનાવત : 70 જેટલા ડિસ્ટ્રીબ્યુટરો ઉપસ્થિત

જામનગર શહેરની આરામ હોટલમાં જેએમએ દ્વારા મ્યુ. ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ માટે બિઝનેસ ગ્રોથ કેમ કરવો? અને એઆઇએફ વિષેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 જેટલા ડિસ્ટ્રીબ્યુટરો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

જામનગર શહેરમાં આવેલી આરામ હોટલેમાં તા. 09ના સોમવારે જેએમએ દ્વારા મ્યું. ફંડ ડીસ્ટ્રિબ્યુટર માટે બિઝનેસમાં ગ્રોથ કેમ કરવો અને એઆઇએફ વિષેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સ્પીકર તરીકે વેલ્થ કાું.ના એએમસીના સીઇઓ મધુ લુનાવત, સીએસઓ દેબાશિષ મોહંતી અને ફંડ મેનેજર નિષાદ ખોનાલકરએ એઆઇએફ વિષે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી. આ સેમિનારમાં વેલ્થ કંપનીના એએમસીના એરિયા મેનેજર જીનેશ શેઠ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

આ સેમિનાર માં જામનગર ના 70 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા. આ પ્રસંગે જેએમએના પ્રેસિડેન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, જ્યોતિરાજા સોઢા, મન વાજા અને દીપક પૂંજાણી વગેરે હાજર રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular