Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સસૌરાષ્ટ્ર બન્યું ‘રણજી’ ચેમ્પિયન

સૌરાષ્ટ્ર બન્યું ‘રણજી’ ચેમ્પિયન

- Advertisement -

કોલકતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાયેલી રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રએ આજે ચોથા દિવસે જ બંગાળને હરાવીને ચેમ્પિયન બન્યું છે. સૌરાષ્ટ્રએ 9 વિકેટથી રણજી ટ્રોફી જીતી છે. અગાઉ સૌરાષ્ટ્રએ પોતાની પહેલી ઇનિંગમાં 230 રનની લીડ લીધી હતી. તેની સામે બંગાળે બીજી ઇનિંગમાં 241 રન બનાવીને સૌરાષ્ટ્રને 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ટીમે 1 વિકેટ ગુમાવીને પાર પાડીને બીજીવાર આ ખિતાબ જીત્યો હતો. સૌરાષ્ટ્ર તરફથી સૌથી વધુ કેપ્ટન જયદેવ ઉનડકટે 6 વિકેટ ઝડપી હતી. તો ચેતન સાકરિયાએ 3 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં બંગાળ તરફથી કેપ્ટન મનોજ તિવારીએ 68 રન, જ્યારે અનુષ્તુપ મજુમદારે 61 રન બનાવ્યા હતા. મેચમાં 9 વિકેટ લેવા માટે જયદેવ ઉનડકટને પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો. બંગાળે દિવસની શરૂઆતમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. એક તબક્કે લાગતું હતું કે સૌરાષ્ટ્રની ટીમ એક ઇનિંગથી જીતી જશે. જોકે ઈશાન પોરેલ અને મુકેશ કુમારે તેમની ટીમને 11 રનની લીડ અપાવી હતી, અને સૌરાષ્ટ્રને બીજી ઇનિંગ રમવા ઉતાર્યું હતું.

- Advertisement -

જયદેવ ઉનડકટ નેશનલ ડ્યુટીમાં હોવાના કારણે ટીમની કેપ્ટનશિપ લેફ્ટ આર્મ બેટર અર્પિત વસાવડા કરી રહ્યા હતા. તેમને આ સિઝનના પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે આ સિઝનમાં 15 ઇનિંગ્સમાં 75.58ની એવરેજથી 907 રન ફટકાર્યા હતા. સાથે જ તેમની મેચ વિનિંગ પરફોર્મન્સ અને કેપ્ટનશિપના કારણે આજે ટીમ ફાઈનલ જીતી હતી.સૌરાષ્ટ્રએ પહેલી ઇનિંગમાં 404 રન ફટકાર્યા હતા. આ સાથે જ તેઓએ 230 રનની લીડ લીધી હતી.

ટીમના કુલ ચાર બેટર્સે ફિફ્ટી ફટકારી હતી. જેમાં અર્પિત વસાવડાએ 81 રન, ચિરાગ જાનીએ 60 રન, શેલ્ડન જેક્શને 59 રન અને ઓપનર હાર્વિક દેસાઈએ 50 રન બનાવ્યા હતા. ઓલરાઉન્ડર પ્રેરક માંકડે 33 રન અને ધર્મેન્દ્ર જાડેજાએ છેલ્લે બેટિંગમાં આવીને 29 રન બનાવીને ટીમને 230 રનની લીડ અપાવી હતી. બંગાળ તરફથી સૌથી વધુ મુકેશ કુમારે 4 વિકેટ લીધી હતી. તો આકાશદિપ અને ઈશાન પોરેલે 3-3 વિકેટ લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular