Monday, February 23, 2026
Homeરાજ્યજામનગરજામનગર સહિત દેશભરમાં 1600 થી વધુ સ્થળોએ જળ સ્ત્રોતોની સ્વચ્છતા - VIDEO

જામનગર સહિત દેશભરમાં 1600 થી વધુ સ્થળોએ જળ સ્ત્રોતોની સ્વચ્છતા – VIDEO

પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા પ્રોજેક્ટ અમૃત અંતર્ગત જામનગર સહિત દેશભરમાં 1600 થી વધુ સ્થળોએ જળ સ્ત્રોતોની સ્વચ્છતા

ભક્તિ ફક્ત શબ્દોમાં જ નહી કર્મોથી પ્રગટ થાય
– નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ

- Advertisement -

પ્રોજેક્ટ અમૃતના હેઠળ ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાનના ચોથા તબક્કાનું ભવ્ય તથા પ્રેરણાસ્પદ આયોજન સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના માર્ગદર્શન હેઠળ ભારતભરના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 930 શહેરોમાં 1600 થી વધુ સ્થળોએ સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેમાં લગભગ 12 લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો.

જામનગર શહેરમાં વીંઝરખી ડેમ પર જળ સ્ત્રોતની સફાઈ કરવામાં આવી. સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ, બાબા હરદેવ સિંહ જીની અનેક શિક્ષાઓથી પ્રેરણા લઈને ‘પ્રોજેક્ટ અમૃત’નું આયોજન કરવામાં આવ્યું. આ પરિયોજના માનવતાને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવીને જળ સંરક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંતુલન પ્રત્યે સામૂહિક સંકલ્પનો સંદેશ આપે છે.

- Advertisement -

આ અવસર પર દિલ્હીમાં આયોજિત વિશેષ સત્સંગ કાર્યક્રમમાં સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજે તેમના અમૃતમય પ્રવચનોમાં કહ્યું કે બાબાજીની શિક્ષાઓ માત્ર યાદ રાખવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. સત્ગુરુ માતા જીએ કહ્યું કે સાચી શ્રદ્ધાંજલિ શબ્દોમાં નહીં, કર્મો થી આપવામાં આવે છે. જો આપણે પોતાને તેમના અનુયાયી કહીએ છીએ, તો આપણે આત્મમંથન કરવું પડશે કે શું આપણે વાસ્તવમાં પ્રેમ, સેવા, કરુણા અને સમદૃષ્ટિ જેવા માનવીય ગુણોને જીવનમાં ધારણ કરી રહ્યા છીએ. બાબા હરદેવ સિંહ જી મહારાજનું સમગ્ર જીવન માનવ કલ્યાણને સમર્પિત રહ્યું. તેમણે શીખવ્યું કે સેવા, સુમિરણ અને સત્સંગ જીવનનો આધાર છે. ભક્તિ માત્ર વાણી સુધી મર્યાદિત ન રહે, પરંતુ વ્યવહારમાં ઝળકે – આ જ તેમનો સ્પષ્ટ સંદેશ હતો.

- Advertisement -

સત્સંગમાં આ અહ્વાન કરવામાં આવ્યું કે દરેક શ્રદ્ધાળુ તન-મન-ધનને નિરાકારની દેન માનીને નિષ્કપટ ભાવથી સેવામાં જોડાય. જ્યારે સેવા સ્વાર્થરહિત હોય, ત્યારે જ તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. અંતમાં એ જ કામના કરવામાં આવી કે બાબા જીની શિક્ષાઓ દરેક હૃદયમાં જીવંત રહે અને હેલ્થ સિટી જેવા પ્રકલ્પ માનવતાની ભલાઈ માટે નવા આયામ સ્થાપિત કરે.

સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સચિવે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ અભિયાનનો શુભારંભ સેવાદળના પ્રાર્થના ગીતથી થયો, જેથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર થઈ ઊઠ્યું. આ અવસરે દેશભરમાં પ્રસારિત દિશા-નિર્દેશોનું પૂર્ણ પાલન કરીને સુરક્ષા, અનુશાસન અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી, જે આયોજનની સુવ્યવસ્થિત અને સંસ્કારિત કાર્યશૈલીને દર્શાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular