ખંભાળિયાના રઘુવંશી સદગૃહસ્થ વિઠલાણી પરિવાર દ્વારા આવતીકાલે મંગળવારે ખંભાળિયાના જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ તથા રાત્રે રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયાના અગ્રણી બિલ્ડર કમલેશભાઈ કાંતિલાલ વિઠલાણી પરિવાર દ્વારા મંગળવાર તારીખ 29 મી ના રોજ અત્રે જોધપુર ગેઈટ નજીક આવેલા જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે બપોરે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સારસ્વત માસ્તાનનું પણ આયોજન થયું છે.
આ ઉપરાંત આ સ્થળે સાંજે 6 થી 8:30 વાગ્યા સુધી રઘુવંશી જ્ઞાતિના બહેનો માટે તથા રાત્રે 8:30 થી 10:30 વાગ્યા સુધી જ્ઞાતિના ભાઈઓ માટે સમૂહ જ્ઞાતિ ભોજન (નાત)નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહ પ્રસાદ કાર્યક્રમમાં ખંભાળિયા તાલુકા ઉપરાંત સલાયા, બારાડી પંથક અને ઓખા મંડળના રઘુવંશી પરિવારજનોને ઉપસ્થિત રહેવા આયોજક વિઠલાણી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.