Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકોરોનાકાળમાં નિરાધારની વ્હારે આવતું સખી- વન સ્ટોપ સેન્ટર

કોરોનાકાળમાં નિરાધારની વ્હારે આવતું સખી- વન સ્ટોપ સેન્ટર

- Advertisement -

વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર જામનગર દ્વારા કોરોનાકાળમાં નિરાધાર વૃધ્ધની વ્હારે આવી તેની સેવા કરી હતી. જામનગરમાં 61 વર્ષિય યૌધ્ધા શારીરિક રીતે અશક્ત હોય અને તેમની કાળજી લેવાવાળા કોઇ ન હોવાની બાબત ધ્યાનમાં આવતાં સખી વર્કશોપ સેન્ટર દ્વારા આ વૃધ્ધાને આશ્રય અને જરુરી સારવાર આપી મોરબીની યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ માનવ કલ્યાણ સંસ્થાને મોકલવામાં આવ્યા હતાં.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર જામનગર શહેરના સામાજિક કાર્યકર્તા ધર્મિષ્ઠા બહેન દ્વારા સેન્ટર પર જાણ કરવામાં આવી કે શહેરના સાધના કોલોની વિસ્તારમાં એક આશરે 61વર્ષ ની ઉંમર ધરાવતા માજી રહે છે જે શારીરિક રીતે અશક્ત છે અને પેરાલિસિસની બીમારીથી પીડાઈ રહ્યા છે અને પથારીવશ છે તેમજ તેમની સારસંભાળ લેવા વાળું કોઈ ન હોઈ પોતે વિધવા છે અને કોઇ સંતાન પણ ન હોઈ તેથી તેમની કાળજી લેવા માટે અને આશ્રયની અન્ય જગ્યાએ વ્યવસ્થા કરી આપવા જાણ કરી અને ત્યારબાદ માજીને વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતાં. સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા માજીના સગા વ્હાલા અને પરિવારના અન્ય સભ્યોની માહિતી મેળવવામાં આવી અને તેમના સગા સબંધીઓ સાથે સંપર્ક કરતા કોરોનાની સ્થિતિને લઈ કોઈ સાથે રાખી શકે તેમ નથી તેથી માજીની સંભાળ લઈ શકે એવી સંસ્થામાં પ્રવેશ અપાવી દેવા જણાવ્યું હતું. કેન્દ્ર સંચાલક હેતલ અમેથીયાદ્વારા આ બાબતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.ડી.ભાંભીને જાણ કરતા તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ આશ્રય સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એવામાં મોરબીની યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ માનવ કલ્યાણ સંસ્થાએ પ્રવેશ આપવાની તૈયારી દર્શાવતા આ માજીને ત્યાં મોકલવા માટે કોરોના રિપોર્ટ કરાવવો જરૂરી છે એવું જણાવેલ. તેથી કોરોના ટેસ્ટિંગ માટે છેલ્લા 8 મહિનાથી જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વન સ્ટોપ સેન્ટરના કમ્પાઉન્ડમાં જ કાર્યરત કોરોના ટેસ્ટિંગ સાઇટમાં માજીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જે નેગેટિવ આવતા વન સ્ટોપ સેન્ટર દ્વારા માજીને મોરબી ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી અને માજીને આશ્રય તેમજ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાવી આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલ અમેથીયા, અને કેસ વર્કર આશાબેન પુંભડિયા તેમજ જામનગર માં મહિલાઓ માટે સેવા આપતા સામાજિક કાર્યકર એવા લિલુબેન મોઢવાડીયાએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular