એક રહસ્યમય ઘટનામાં રશિયાના સૌથી અમીર નેતાઓમાં સ્થાન ધરાવતા તથા રાષ્ટ્રીય વ્લાદીમુર પુતિનના કડક ટીકાકાર તરીકે પણ જાણીતા બનેલા ભારત ફરવા આવેલા રશિયન ઉદ્યોગપતિ પાવેલ એન્ટોવ ઉડીસાના રાયગઢમાં એક હોટલ ઇમારતની બારીમાંથી નીચે પડી જતાં તેમનું મૃત્યુ થયું છે.
ઘટના શનિવારે બની હતી જેમાં બે રશિયન પર્યટકો સાથે તેઓ ભારત આવ્યા હતા અને તેઓ રાયગઢમાં એક આલીશાન હોટલના ત્રીજા માળમાં પોતાનો રૂમ બુક કરાવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ 65 વર્ષના પાવેલ હોટલની બહાર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સહયાત્રીકના જણાવ્યા મુજબ પોવેલ એન્ટોવ અત્યંત સ્વસ્થ નજરે ચડતા હતા તથા બારી પાસે પહોંચીને તેઓ ફક્ત ત્રીજા માળેથી નીચે પડે તેમ છતા જે રીતે તેઓને ઇજા થઇ હતી તેના પર પોલીસે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. હજુ બે દિવસ પહેલા જ પોવેલના એક મિત્ર વ્લાદીમીર પોતાના રૂમમાં બેહોશ હાલતમાં મળ્યા હતા અને તેઓને હોસ્પિટલે ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.