Sunday, December 22, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છઆરપીએફ સ્ટાફે જાન્યુઆરી માસ દરમિયાન આશરે રૂ. 4.34 લાખનો સામાન હકદાર માલિકોને...

આરપીએફ સ્ટાફે જાન્યુઆરી માસ દરમિયાન આશરે રૂ. 4.34 લાખનો સામાન હકદાર માલિકોને સોંપ્યો

- Advertisement -

રાજકોટ ડિવિઝનનો સમર્પિત સ્ટાફ તેના ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા અગ્રેસર છે. ઘણી વખત મુસાફરો ટ્રેનમાં ચઢતી વખતે અથવા ઉતરતી વખતે અથવા સ્ટેશન પર ઉતાવળમાં તેમનો સામાન તેમની સાથે લેવાનું ભૂલી જાય છે. ઓપરેશન “અમાનત” હેઠળ, RPF કર્મચારીઓ આવા સામાન ને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે અને તેને તેમના હકદાર માલિકોને પરત કરે છે. જાન્યુઆરી, 2023 ના મહિનામાં પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ 14 મુસાફરોને આશરે રૂ. 4.34 લાખનો સામાન કાનૂની ઔપચારિકતાઓ બાદ સોંપ્યો છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલકર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઝડપી કાર્યવાહી, પ્રમાણિકતા અને સમર્પણની પ્રશંસા કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular