જામનગર શહેરમાં માનવતાવાદી સેવા પ્રદાન કરવાના હેતુ માટે કાર્યરત જાણીતી વૈશ્વિક સંસ્થા રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીકટ 3060ની રોટરી કલબ ઓફ ઇમેજીકા જામનગરનો શપથવિધિ સમારોહ તાજેતરમાં સેવન સિઝન્સ રિસોર્ટ ખાતે યોજાયો હતો. આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના ગતવર્ષના પ્રમુખ કર્તવ્યભાઇ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. સમારોહમાં મુખ્ય મહેમાન મેયર બીનાબેન કોઠારી, ઇન્સ્ટોલીંગ ઓફિસર રોટરીના પૂર્વ ડિસ. ગર્વનર ડી. બીપીનભાઇ વાધર અને અતિથિ વિશેષ આસી. ગવર્નર જીનલભાઇ ખીમસીયા, સંસ્થાના પૂર્વપ્રમુખ પ્રદ્યુમનસિંહ રાયજાદા, રોટરી કલબ ઓફ જામનગરના ડો. નિમેશભાઇ રાજપૂત તેમજ અનય રોટેરીયન્સ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં.
આમંત્રિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન બાદ વર્ષ 2021-22ના નવા પ્રમુખ સીએ ઓનઅલીભાઇ મોદી, સેક્રેટરી વિશાલભાઇ દુધેલા અને એક્ઝિક્યૂટિવ ટીમના સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા અને સંસ્થાની પીન પહેરાવી સન્માનીત કરવામાં આવ્યા હતાં. નવનિયુક્ત પ્રમુખ સીએ ઓનઅલીભાઇ મોદીએ પોતાની સ્વીકૃત સ્પીચમાં સંસ્થાના સર્વોચ્ચપદે નિમણૂંક થવા બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ અને વર્ષ 2021-22માં સેવા પ્રોજેકટો દ્વારા સંસ્થાનું નામ વધુ રોશન કરવાની બાહેંધરી આપી હતી. માસ્ટર ઓફ સેરેમની તરીકે રીતેશભાઇ નથવાણી અને યગ્નેશભાઇ નિર્મલએ સેવા આપી હતી. વકીલ મુસ્તુફાભાઇ કપાસીએ રીટ્રેક મુર્તુજા કાદીયાણી, અથર્વ પાઠક તથા જયવત રાવલને ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ કરાવવા બદલ પ્રોત્સાહીત કર્યા હતાં. આ સમારોહને સફળ બનાવવા સંસ્થાના પૂર્વ સેક્રેટરી હેમલભાઇ પુરખા, દર્શિતભાઇ સોલાની, સુરેશભાઇ માતંગ, અશ્ર્વિનભાઇ પટેલ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આભારવિધિ સેક્રેટરી વિશાલભાઇ દુધેલા દ્વારા કરવામાં આવી હતી